મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે પૈસાની ઉઘરાણી મામલે યુવાન પર છરી વડે હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે એક શખ્શ વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાઠે ત્રાજપર એસ્સાર પંપની પાછળ રહેતા અમિતભાઈ લાભુભાઈ વરાણીયા (ઉ.વ.21) એ આરોપી વસીમ યુનુસભાઈ પલેજા (રહે.કાંતિનગર મોરબી) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના ભાઈ જયદીપ આરોપી પાસે પૈસા માંગતો હોય જેની ઉઘરાણી કરતા આરોપી વસીમે ફરિયાદી તથા સાહેદને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી અને આરોપીએ પોતાની પાસે રહેલ છરીનો એક ઘા ફરિયાદી અમીતને જમણા પડખામાં મારી ઈજા તથા શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.