મોરબીમાં પરીક્ષા આપવા ગયેલ સગીર પુત્ર લાપતા થયેલ હોવાની પીતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં લાયન્સનગરમાં રહેતા ધનજીભાઇ સામજીભાઇ સોલંકીનો દિકરો મનીષ (ઉ.વ. ૧૮) ગત તા. ૨૫ના રોજ બપોરના બે વાગ્યે પેપર આપવા ગયેલ હોય જે મોડે સુધી પરત આવેલ નહી. જેથી પરિવારજનોએ ઘર મેળે તપાસ કરી પરંતુ પત્તો ન મળતા ગઈકાલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમશુદા નોંધ કરાવી છે. હાલમાં પોલીસે લાપતા થયેલ સગીરની શોધખોળ હાથ ધરી છે.