મોરબીમાં નવલખી રોડ નજીકથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી નવલખી રોડ રણછોડનગરના નાકા નજીકથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં નવલખી રોડ રણછોડનગરના નાકા નજીકથી આરોપી પ્રેમજીભાઈ ઉર્ફે પેમો તેજાભાઇ દેગામા (ઉ.વ.૩૩) રહે. મોરબી યમુના નગર શેરી નં -૪ મુળ રહે માધાપર જાપા વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી બજાજ મેક્ષીમા ઓટો રીક્ષા રજીસ્ટર નંબર GJ-36-8365 વાળીની કિં.રૂ. ૮૦,૦૦૦ વાળીમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫ કિં.રૂ. ૪,૫૪૦ તથા રીક્ષા નંબર GJ-36-8365 વાળીની કિં.રૂ. ૮૦,૦૦૦ મળી કુલ રૂ.૮૪,૫૪૦ ના મુદામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.