Tuesday, April 22, 2025

મોરબીમાં દિન પ્રતિદિન વધતાતસ્કરરાજ ને નાથવા માટે તાત્કાલિક ધોરણે પોલીસ પગલાં લે તે માટે ગાંધીનગર પત્ર લખતા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં દિન પ્રતિદિન વધતા
તસ્કરરાજ ને નાથવા માટે તાત્કાલિક ધોરણે પોલીસ પગલાં લે તે માટે ગાંધીનગર પત્ર લખતા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા

જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોર ચિખલિયા દ્વારા મોરબી જીલ્લામાં પોલીસની કામગીરીને લઈ ગાંધીનગર સચિવાલય તેમજ રાજ્ય પોલીસ વડા (DGP)ને આવેદનપત્ર આપી ભોગ બનેલા લોકોની તાત્કાલીક મોરબી જીલ્લામાં ફરીયાદો લેવામાં આવે અને ગુનેગારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી માંગણી કરી છે

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ ગૃહમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે હાલ ચુંટણી આચારસંહિતા લાગુ છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના કથળે તે માટે પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવાની હોય છે પરંતુ મોરબી જીલ્લામાં પોલીસને જાણે ચેલેન્જ આપી રહ્યા હોય તેવી ૨૪ કલાકમાં બનેલી ચાર ઘટનાઓ પછી પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઉભા થયા છે મોરબીના સ્ટેશન રોડ પર એસટી બસમાં અજાણ્યા ઇસમેં ધોકા ફટકાર્યા તેવો વિડીયો સોશયલ મીડિયામાં વાયરલ થયો હતો નવાડેલા રોડ પર વેપારીના એકટીવાની ડેકીમાંથી રૂ ૧.૬૦ લાખ ધોળે દિવસે ચોરી થયા

મોરબી સિવિલ હોસ્પિટલના પટાંગણમાંથી ધોળે દિવસે બાઈક ચોરી થઇ જે ઘટના સીસીટીવી કેમેરામાં કેડ છે તેમજ ત્રાજપર ચોકડી પાસે છ દુકાનના તાળા તૂટ્યા છે આમ ચોરી અને અસામાજિક તત્વોના આતંકના ચાર બનાવો બન્યા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી જેથી મોરબી જીલ્લામાં ફરિયાદો લેવામાં આવે અને ગુનેગારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW