Wednesday, April 23, 2025

મોરબીમાં તૌકતે વાવાઝોડા સામે આરોગ્ય તંત્રની આગોતરી તૈયારી: બે સર્ગભા મહિલાને સફળ પ્રસૂતિ કરાવાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ગુજરાત ઉપર તૌકતે વાવાઝોડુ ટકરાવાનું હોવાથી વાવાઝોડાથી મોરબી જિલ્લાના લોકોનાં આરોગ્ય ઉપર કોઈ માઠી અસરનો પહોચે તે માટે આગોતરા આયોજનનાં ભાગ રૂપે મોરબી જિલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા પણ આરોગ્યને લગતી કેટલીક આગોતરી તૈયારી કરવામાં આવી હતી.

વાવાઝોડાનાં સમયગાળા દરમિયાન જે સગર્ભા બહેનોની ડીલવરીની તારીખ હોય તેવા સગર્ભા બહેનોને વાવાઝોડાનાં કારણે ડિલીવરી બાબતે કોઈ મુશ્કેલી ઉભી ન થાય તેવા હેતુ થી જિલ્લાનાં કુલ ૫૯ બહેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ, ડીસ્ટ્રીકટ હોસ્પીટલ, તેમજ પ્રાઈવેટ હોસ્પીટલ જેવી સંસ્થાઓમાં સલામત સ્થળો ઉપર અગાઉથી જ દાખલ કરવામાં આવી હતી.

હળવદ તાલુકામાં ૧૬, વાંકાનેર તાલુકામાં ૧૬, ટંકારા તાલુકામાં ૯, માળીયા તાલુકામાં ૧૦, અને મોરબી તાલુકામાં ૮ બહેનો સહિત જિલ્લામાં કુલ ૫૯ ગર્ભવતી બહેનોને સલામત સ્થળો ઉપર દાખલ કરવામાં આવી હતી. આ બહેનો પૈકી એક ગર્ભવતીને તારીખ ૧૮/૦૫/૨૦૨૧ નાં બપોર સુધીમાં વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે એક બહેનને સલામત ડિલીવરી કરવામાં આવી. તો ટંકારા તાલુકાનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે એક બહેનને સલામત ડિલીવરી કરાવેલ છે. હાલ બંને બહેનો અને બાળકો ની તબીયત સારી હોવાનું મોરબી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW