મોરબીના નઝરબાગ રેલ્વે સ્ટેશન સામે બાવળની કાંટમા તીનપત્તીનો જુગાર રમતા ૯ પત્તાપ્રેમીઓનેં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના નઝરબાગ રેલ્વે સ્ટેશન સામે બાવળની કાંટમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી અયુબભાઈ કાસમભાઈ પઠાણ (રહે. રામાપીરના મંદીરની બાજુમાં સો ઓરડી મોરબી-૨), ચંદુલાલ લાલજીભાઈ સનારીયા (રહે જવાહર સોસાયટી ભડીયાદ મોરબી-૦૨), રાયધનભાઈ મોહનભાઈ સાતોલા (રહે. ભડીયાદ), ચંદુભાઈ પોપટભાઈ સીરોહીયા (રહે. સો ઓરડી મેઈન રોડ શેરી નં-૧), કેશુભાઈ લાખાભાઈ ચાવડા (માળીયા વનાળીયા સોસાયટી મોરબી-૨), રતીલાલભાઈ અરજણભાઇ પરમાર (રહે. બોધનગર ભડીયાદ), હરીભાઇ કલાભાઈ મકવાણા (રહે. ભડીયાદ), હનીફભાઇ ઈસ્માઈલભાઈ જુણેજા (રહે. લાતી પ્લોટ શેરી નં-૧૪ મોરબી-૧), વસંતભાઈ ગોવિંદભાઈ ચાવડા (રહે. ગાંધી સોસાયટી નઝરબાગની બાજુમાં મોરબી-૨) નેં પોલીસે રેઇડ કરી રોકડ રકમ રૂ. ૩૮,૭૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.