મોરબીના દાઉદી પ્લોટ વિસ્તારમાં આવેલ સાબુના કારખાના નજીક જુગાર રમતા આઠ પત્તાપ્રેમીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના દાઉદી પ્લોટમાં આવેલ સાબુના કારખાના નજીક તીનપત્તીનો જુગાર રમતા મયુરભાઇ મનસુખભાઇ લોરીયા, અજયભાઇ મનસુખભાઇ કુંઢીયા, ઇમ્તીયાજ ઉર્ફે બાલો અબ્દુલભાઇ ચાનીયા, નિઝામ સલીમભાઇ મોવર, અસગરભાઇ અબ્દુલભાઇ ચાનીયા, જીવણ ઉર્ફે ધોધો છનાભાઇ ચૌહાણ, મુસ્તાકભાઇ મહમદભાઇ કોરેજા, રવીભાઇ ભરતભાઇ ઉધરેજીયાને રોકડ રૂ.26750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.