મોરબીના વીશીપરા સ્મશાન રોડ પટણી માતાના મંદિર પાસે જાહેર રોડ ઉપર તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરા સ્મશાન રોડ પટણી માતાના મંદિર પાસે જાહેર રોડ ઉપર તીનપત્તીનો જુગાર રમતા આરોપી જયંતીભાઈ મેરૂભાઈ સાલાણી તથા ઉસ્માનભાઈ ઉમરભાઈ મુલ્લા (રહે. બંને વીશીપરા. મોરબી) ને રોકડ રકમ રૂ.૧૨૭૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.