મોરબીના કાલિકા પ્લોટમાં શેરી નં -૦૧ જેઠા ગલીમાં રહેતા ઉમંગભાઈ નિરંજનભાઈ લખતરીયા (ઉ.વ.૪૧) તથા તેમના પીતા માળિયા ખાતે મીઠાનો વેપાર ધંધો કરતા હોય જે ધંધા આજથી ત્રણ વર્ષ અગાઉ બંધ થઈ જતા તે ધંધો ચાલુ કરવા ઉમંગભાઈ મહેનત કરતા હોય પણ ધંધો ચાલુ ન હોય જે બાબતે મનમાં લાગી આવતા પોતાના ઘરે ઝેરી દવા પી જતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમ્યાન ઉમંગભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે