હાલ સાતમ આઠમના તહેવાર આવી રહ્યા છે. જે તેહવાર ગુજરાતમા બીજા તહેવારોની તુલનામાં વધારે મનાવતા તહેવારો છે. લોકો પોતાના ઘરે મીઠાઈ બનાવી અને સાતમ આઠમના દિવસે ખાઈ છે અને તહેવારોની ઉજવણી કરે છે.

ત્યારે મોરબીમાં સાતમના તહેવાર નીમીત્તે મોરબી તાલુકા પંચાયતના ચેરમેન રાકેશ કાવર અને મોરબી તાલુકા યુવા ભાજપના મહામંત્રી આનંદભાઈ અગોલા તથા મોરબી તાલુકા પંચાયતના સદસ્ય અશોકભાઈ અને મનીષભાઈ દ્વારા સાતમના તહેવારની ઉજવણી અનોખી રીતે કરી જેમા તેમણે જરૂરતમંદ પરીવારોના છોકરાઓને સાતમના તહેવાર નીમીત્તે મીઠાઈ વિતરણ કરીને મોરબી વાસીઓને એક સંદેશ આપ્યો છે કે જે ખુશી બીજાને અને તેમાં પણ નાના છોકરાઓના ચહેરા પર જોઈને મળે છે તેવી ખુશી બીજે ક્યાંય તહેવાર મનાવવાથી પણ મળતી નથી. જરૂરતમંદ પરીવારોના છોકરાઓને મીઠાઈ વિતરણ કરીને મોરબીમાં એક અનોખી રીતે સાતમના તહેવારની ઉજવણી કરવામાં આવી છે.