મોરબીમાં જમીન કૌભાંડના સમાચાર પ્રસિદ્ધ કરનાર ત્રણ પત્રકાર વિરૂધ ફરિયાદ
મોરબીની એક વેબ પોર્ટલ ન્યુઝમાં મોરબીની જમીન કૌભાંડમાં રાષ્ટ્રભક્ત અજય લોરિયા ભુમાફિયાની ભૂમિકામાં હોવાના સમાચાર પ્રસિદ્ધ થતાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે આ વેબ પોર્ટલ ન્યુઝમાં ફોટા સાથે પ્રસિદ્ધ થયેલ સમાચારમાં કોઈ તથ્ય ન હોય અને ખોટી માહિતી પ્રસિદ્ધ કર્યા હોવાની અજયભાઈ લોરિયાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ત્રણ પત્રકાર સામે ફરિયાદ નોંધાવી છે.
એ ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં અજયભાઈ લોરિયાએ જણાવ્યું હતું કે, હાલ મોરબી જીલ્લા પંચાયતની ચુંટણીમાં જેતપરની સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના પક્ષમાથી દાવેદારી કરેલ અને અમો ચુટાયેલ સદસ્ય છીએ તેમજ મોરબી જીલ્લાના પંચાયતના બાંધકામ સમિતીના ચેરમેન છીએ તેમજ સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના પ્રમુખ છીએ આમ સમાજ સેવક તરીકે સમાજમા સેવા આપુ છું તેમજ ભુતકાળમા મે મોરબી ખાતે અલગ અલગ જગ્યાએ સંસ્થા વ્યકિત પાસેથી દેશના રક્ષણ માટે શહીદ થયેલ શહીદોના પરિવારોને સહાય પણ ચુકવેલ છે.
ફરિયાદમાં વધુમાં ઉમેર્યુ હતું કે, ગત તા.૨૨/૦૨/૨૦૨૨ રોજ મોરબીની વેબ પોર્ટલ ન્યુઝમાં એક પોસ્ટ મુકેલ જેમાં રાષ્ટ્ર ભકતની ઇમેજ ધરાવતા અજય લોરીયા ભુમાફિયાની ભુમિકામા તેમજ શરાબ અને શબાબના નશાથી પણ કોઇ ખતરનાક નશો હોય તો તે સતાનો નશો છે અને આ નશો જેના દિમાગમાં સવાર થઇ જાય તેને કોઇ નશાની જરૂર નથી રહેતી આવા જ નશામા હાલ બહુ ઉપાધિ ધરાવતા અજય લોરીયા ઝુમિ રહ્યા હોય તેવી ચર્ચા પાટીદાર સમાજમા અને ભાજપના વર્તુળમા થઇ રહી છે તેમજ ગઇ તા.૨૩/૦૨/૨૦૨૨ ના રોજ મોરબીની પોર્ટલ ન્યુઝમાં મોરબીના જમીન કૌભાંડ બાબતે પોસ્ટ મુકેલ જે અજય લોરિયા નામ હોદ્દા જોગ વ્યકિતગત રીતે મને બદનામ કરવાના ઇરાદે આધાર પુરાવા કે સચોટ માહિતિ વગર પ્રસિદ્ધ થયેલ હતા. જમીન પચાવી પાડવા અંગેની તદન ખોટી માહિતિ ન્યુઝ પોર્ટલમાં પ્રચલિત કરી રાજકીય તેમજ સામાજીક પ્રતિષ્ઠાને હાની પહોચાડેલ હોય તેમજ અમારા વકિલ ચેતન પી.સોરીયા દ્વારા અમો ઉપરોકત ત્રણેય પત્રકાર મિત્રોને લીગલ નોટિસ પણ પાઠવેલ છે તેમજ અરજી સાથેના જરૂરી એવા તમામ પુરાવા આપેલ છે અને વધુ પુરાવાની જરૂર પડયે આપ,ને પુરાવા રજુ કરીશ તેમજ તા.૨૨/૦૨/૨૦૨૨ થી નોટીસ મોકલ્યા છે. પત્રકારોએ ખોટી માહિતિને ઇલેકટ્રોનિક રેકર્ડ રૂપે બદનામ કરવાના ઇરાદે તેમજ મારી રાજકીય કારકિર્દિને નુકશાન તેમજ પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા તેમજ સમાજમાં બદનામ કરવાના ઇરાદે ખોટી માહિતિ ન્યુજ પોર્ટલમાં પ્રચલિત મિડિયામા પ્રસિધ્ધ કરેલ ત્રણેય પત્રકાર આરોપી સામે ધોરણસર થવા અજય લોરિયાએ ફરિયાદ કરી છે.