મોરબી: મોરબીમાં જુદા જુદા સ્થળો પરથી છરી સાથે ૫ ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ગેંડા સર્કલ નજીક આરોપી રામદેવસિંહ જાલમસિંહ વાઘેલા (ઉ.વ.૨૯.રહે. વીડ્જ, તા.કડી. જી.મહેસામા) મહીન્દ્વા સ્કોર્પીયો ગાડી નં-GJ-38-B-3099માં શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા આરોપી પાસેથી છરી મળી આવતા તેને ઝડપી પાડ્યો હતો.
મોરબીના મોરબી વાંકાનેર ને.હા નજીક આરોપી રાહુલભાઇ રમેશભાઈ પરેશા (ઉ.વ.૧૯.રહે. માધાપર શેરી નં-૦૩ મોરબી૦૧) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા પોલીસે પકડી પાડેલ છે.
મોરબીના લાલપર ગામની સીમમાંથી આરોપી રાજુભાઈ મનુભાઈ જોગડીયા (ઉ.વ.૩૩.રહે. ત્રાજપર ખારી ચોરા પાસે.મોરબી) શંકાસ્પદ જણાતા પોલીસે તલાશી લેતા તેની પાસેથી છરી મળી આવતા પોલીસે પકડી પાડયા હતા.
મોરબી તાલુકાનાં લાલપર ગામ સામે બસ સ્ટેન્ડ નજીક આરોપી નરેશભાઈ પરસોતમભાઈ ઘાટલીયા (ઉ.વ.૩૨.રહે. ત્રાજપર ખારી રામજી મંદિર પાસે.મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેની પાસેથી છરી મળી આવતા પોલીસે ઝડપી પાડ્યો છે.
મોરબી મોરબીના લાલપર પાવર હાઉસ નજીક આરોપી ચિરાગભાઈ જગદીશભાઈ ગાંધી (ઉ.વ.૨૫.રહે. માધાપર શેરી નં-૦૨.મોરબી) શંકાસ્પદ જણાતા પોલીસે તેને તલાશી લેતા આરોપી પાસેથી છરી મળી આવતા પોલીસે ઝડપી પાડ્યો હતો.
આ તમામ આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.