મોરબી: મોરબીમાં છરી સાથે 3 શખ્સોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબીના પરસોતમ ચોકમાં આરોપી રોહીતભાઈ રમેશભાઈ ગણેશીયા (ઉ.વ૨૩.રહે. પરસોતમ ચોક સતવારા બોડીંગ સામે) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેની પાસેથી છરી મળી આવતા પોલીસે પકડી પાડેલ છે.
મોરબીના આસ્વાદ પાન નઝીકથી આરોપી વશીમભાઈ ગુલામહુશેન પીલુડીયા (ઉ.વ.૩૬,રહે, મહેન્દ્રપરા શેરી નં-૧૦ મોરબી) તથા જુનેદભાઈ ગુલામહુશેન પીલુડીયા (ઉ્.વ.૨૭.રહે. મહેન્દ્રપરા મોરબી શેરી નં-૧૦ મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેની પાસેથી છરી મળી આવતા પોલીસે પકડી પાડયા હતા. આ તમામ આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે