મોરબીમાં સર્કીટ હાઉસ સામે ઉમા ટાઉનશિપ જવાના રોડના નાકેથી છરી સાથે એક શખ્સને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં સર્કીટ હાઉસ સામે ઉમા ટાઉનશિપ જવાના રોડના નાકે આરોપી મનિષભાઇ પોપટભાઈ પરમાર (ઉ.વ.૨૪. રહે. નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે ફિલ્તરહાઉસ નજીક મોરબી-૨) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.