Thursday, April 24, 2025

મોરબીમાં ઘરકંકાશમાં પતિએ પત્નીનું કાસળ કાઢી નાખ્યું :

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ઘરકંકાશમાં પતિએ પત્નીનું કાસળ કાઢી નાખ્યું :

મોરબી સામાકાંઠા વિસ્તારમાં હત્યાનો બનાવ અવકાશમાં આવ્યો છે જેમાં મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલા વિદ્યુત નગરમાં પતિએ ઘરકંકાશમાં બોથડ પદાર્થ ના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવતા ચકચાર મચી જવા પામ્યો હતો આ ઘટના ની જાણ થતાં મોરબી શહેર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા પ્રવીણ મંછારામ કુબાવત દ્વારા બોથડ પદાર્થના ઘા ઝીકી પોતાની પત્ની ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત ની હત્યા નિપજાવી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પતિ પ્રવીણ કુબાવત અવારનવાર નશો કરીને આવતો હતો અને પતિ પત્ની વચ્ચે ઘર કંકાશ થતો હતો ત્યારે આજે આ ઘરકંકાશમાં પત્નીએ જીવ ગુમાવ્યો હતો આ ઘટના ગીચ વિસ્તારમાં બનતા આજુબાજુના લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા મોરબી શહેર બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી મૃતદેહ નેંપીએમ અર્થે ખસેડી આરોપી પતિ પ્રવિણ કુબાવત વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે આ હ્ર્દય દ્રાવક ઘટનામાં બહેન અને એક ભાઈ સહિત પાંચ સંતાનોએ માતાની છત્ર છાયા ગુમાવી હતી.

Related Articles

Total Website visit

1,502,271

TRENDING NOW