મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંત્યત ખતરનાક સ્થિતિએ પહોંચી ચુકી છે. અને હવે હોસ્પીટલોમાં પણ બેડ ફુલ થવા આવ્યા છે. જ્યારે સ્મશાન બહાર પણ વેઇટિંગ માટે લોકોએ રાહ જોવાના ખરાબ દિવસો આવ્યા છે. ત્યારે મોરબીમાં કોરોના મહામારી વચ્ચે માનવ જીવન સાથે અબોલ જીવો ઉપર પણ ખતરો ઉભો થયો છે.
જેમાં મોરબીની ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ પારેખ શેરીમાં રૂગનાથજીના મંદિર પાસે કચરાના ઢેરમાં ઇન્જેકશન અને સોયના બાટલાઓ અજણ્યા માણસે ફેકેલ હોય જ્યાં અબોલ જીવ ખાવાનું સમજીને ખાવા જાય છે. હાલમાં મોરબી જિલ્લામાં કોરોના કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે લોકો પણ બેદરકારી દાખવી અબોલ જીવના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. આવી ખરાબ સ્થિતિમાં જ્યાં ત્યાં ઇન્જેક્શન અને સોય ફેંકી માણસ બેદરકારી દાખવી રહ્યો છે. મંદિર પરિસરની સામે અને કેમેરા ચાલુ હોવાનું લખ્યું હોય છતાં માણસ લાપરવાહ બની ગયો હોય જેમની સામે નગરપાલિકા અને તંત્ર પગલાં ભરે તેવું લોકોની માંગ છે.
