મોરબી: પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ મોરબી તથા ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ મોરબી દ્વારા આયોજિત અને જીલ્લા આરોગ્ય અધિકારી મોરબીના સહયોગથી આગામી તા.15ના રોજ વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આગામી તા.15ને શનિવારે સવારે 9:30 થી 1 અને બપોરે 2:30 થી 5 કલાક સુધી કડવા પાટીદાર કન્યા છાત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી ખાતે કોરોના રસીકરણ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં ફક્ત બીજો ડોઝ આપવામાં આવશે. જેથી 45 વર્ષથી વધુ ઉમર હોય અને પ્રથમ ડોઝ લીધાને 42 દિવસ પૂર્ણ થયેલ હોય તેને જ બીજા ડોઝનો લાભ મળી શકશે. તેમ યાદીમાં જણાવ્યું હતું.