મોરબી જિલ્લામાં કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે અનેક સંસ્થાઓ આગળ આવી લોકોની સાવચેતી અને આરોગ્યને ધ્યાને લઇને વધુ આ સંક્રમણ અટકે તે માટે કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગની બાજુમાં ઓરપેટ ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રેપિડ ટેસ્ટ કીટ મારફતે જે લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 703 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી 128 જેટલા લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ કેમ્પની જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર, ડીડીઓ સહિતનાએ મુલાકાત લીધી હતી. તેવું ઓરપેટ ગ્રુપના નેવીલભાઈ ભાલોડીયાએ જણાવ્યું છે