મોરબીમાં અયોધ્યાપુરી રોડ મદીના પેલેસ વાળી શેરી નજીકથી ઈંગ્લીશ દારૂની ૬ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં અયોધ્યાપુરી રોડ મદીના પેલેસ વાળી શેરી નજીકથી આરોપી જીલાનીભાઈ કાસમભાઈ ચૌહાણ (રહે. વીશીપરા. મોરબી) ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૬ (કિં. રૂ. ૧૮૦૦) ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.