Wednesday, April 23, 2025

મોરબીમાં ઈંગ્લીશ દારૂની 287 બોટલ ભરેલી પીકપ બોલોરો ગાડી સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી એસપી સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચનાથી બી ડીવીઝન પીઆઇ વિરલ પટેલ સહિતની ટિમ નાઈટ પેટ્રોલિંગમાં હય તે દરમિયાન બી ડીવીઝન ના પ્રકાશ ડાંગર અને પ્રવીણ ઝાપડીયાને મળેલી ખાનગી બાતમીના આધારે બી ડિવિઝન વિસ્તારના યમુનાનગરથી ગોર ખીજડિયા તરફ આવતી મહિન્દ્રા પિકઅપ નં-GJ -12-BW-7561 ને રોકી તલાશી લેતા તેમાંથી ખાલી કેરેટ પાછળ છુપાવેલા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ- ૨૮૭ કિં.રૂ. ૧,૦૭,૬૨૫/ ,મોબાઈલ ન.૧ કિંમત રૂપિયા ૨૦૦૦,મહિન્દ્રા પિક અપ ૧,૫૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ ૨,૫૯,૬૨૫/- સાથે રાઈશી રણછોડભાઈ કોળી (ઉ.વ. ૨૩ રહે ચોબારી તા.ભચાઉ જી.કચ્છ)ની ધરપકડ કરી હતી આ સાથે જ આ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર જીતુભાઈ દરબાર (રહે રામવાવ જી.કચ્છ) અને આ જથ્થો જેને મોરબીમાં આપવાનો હતો એ ગોપાલ ભરવાડ (રહે.વિશિપરા મોરબી ૨) અને ગૌતમ ચાવડા ના નામ ખુલતાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવા શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી કરનાર પોલીસ અધિકારી પો.હેડ.કોન્સ. ભગવાનભાઇ ખટાણા તથા પો.કો પ્રકાશભાઇ ડાંગર તથા પ્રવિણભાઇ ઝાપડીયા એમ પો.સ્ટાફના માણસો મદદમા જોડાયેલ હતા.

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW