મોરબી: મોરબીના સામે કાંઠે શક્તિચેમ્બર-૦૧ નજીક સર્વીસ રોડ ઉપર ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલો ઝડપાય, આરોપી સ્થળ પરથી નાશી છુટતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે આરોપીનેં ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.
મળતી માહિતી મુજબ મોરબીના સામે કાંઠે શક્તિચેમ્બર-૦૧ નજીક સર્વીસ રોડ ઉપર જાહેરમાં આરોપી નારણભાઈ ઉર્ફે લાલો પરસોતમભાઈ સીતપરા (ઉ.વ.૩૩. રહે. ઉમીયાનગર, ખોડીયાર માતા વાળી શેરી. મોરબી-૦૨) ના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦ (કીં.રૂ. ૧૫,૯૫૦) જપ્ત કરેલ છે. આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી.