મોરબીમાં એલ.ઈ.કોલેજના ગ્રાઉન્ડના ગેઈટ નજીક ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય એક ઈસમનુ નામ ખુલતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરા નીધીપાર્ક-૧માં રહેતા આરોપી અલી ઉર્ફે નવાબ આરીફભાઈ કાસમાણીને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩ કીં.રૂ.૧૧૨૫ના મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયો છે. જ્યાંરે અન્ય એક શખ્સ હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયાનુ નામ ખુલતાં આરોપીને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.