મોરબીમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાતા જનહિતને ધ્યાને રાખીને ગઇકાલે મોરબી આંગડીયા એસોસીએશન પ્રતિનિધિઓની હાલની કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોરોનાનું સંક્રમણ વધારે ફેલાતું હોવાથી મોરબી આંગડીયા એસોસીએશન દ્વારા શનિ-રવિવારના બે દિવસ સંપૂર્ણ કામકાજ અને ઓફિસો બંધ રાખવા નિર્ણય લેવામા આવ્યો છે.