
મોરબીમાં અપહરણના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપીને મોરબી તાલુકા પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી ઇશ્વરગીરી માંગીલાલગિરી ગોસ્વામી મધ્યપ્રદેશના જહાગીરપુર ગામે હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે ટીમ બનાવીને તેને ત્યાંથી ઝડપી પાડ્યો હતો. આ કામગીરીમાં પીએસઆઈ વી.કે. કોઠીયા, કોન્સ. દિલીપભાઈ ગેડાણી, જયપાલસિંહ ઝાલા, યશવંતસિંહ ઝાલાએ કરી હતી.
