Tuesday, April 22, 2025

મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ

Advertisement
Advertisement
Advertisement

મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ
અત્રે મોરબી ખાતે છેલ્લા 21 વર્ષથી કાર્યરત ઇંગ્લીશ મીડીયમ ની સૌથી જૂની શનાળા રોડ સરદાર બાગ સામે આવેલ OSEM-GSEB સ્કુલ દ્વારા Expo Vista 2024 નો ભવ્ય પ્રદર્શન કાર્યક્રમ યોજાયેલ. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ વર્ક અને પ્રદર્શનનો એક પ્રભાવશાળી કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, રોબોટિક ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ, મેથેમેટિક્સ ભાષાકીય, પંચાયતીરાજ મોડલ કોમર્સ, બેન્કિંગ વગેરેના વિવિધ વિષયો ઉપર આધારિત તેમની સિદ્ધિઓને પ્રકાશિત કરી વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો એક ભવ્ય પ્રયાસ કરવામાં આવેલ જેમાં આવેલ મુલાકાતિઓ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા કૌશલ્ય સમર્પણ ફ્લુએન્ટ ઇંગ્લિશમાં વાક્છટા થી પ્રભાવિત થઈ આશ્ચર્યચકિત થયેલા જેમાં ઇન્ટરેક્ટીવ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શન તથા વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ આર્ટ વર્ક અને ઇન્સ્ટોલેશન મુખ્ય હતા જેમાં 225 જેટલી આઈટમ સ્કુલના આશરે 750 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ રજૂ કરેલ સમગ્ર કાર્યક્રમ સ્કુલના પ્રિન્સિપાલ સના મેડમના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ જેને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુમંતભાઇ પટેલ, ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી શ્રી સૂર્યરાજસિંહ જેઠવા અને આમંત્રિત મહેમાનો તથા વાલીઓ દ્વારા બિરદાવવામાં આવેલ.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW