Friday, April 25, 2025

મોરબીની 75 શાળાઓને નર્મદા બાલઘર દ્વારા 3D Printer અપાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: નર્મદા બાલઘર સેવાકીય સંસ્થા છે કે જે છેલ્લા 22 વર્ષ થી બાળકોનાસર્વાંગી વિકાસ અર્થે કાર્યરત છે. હાલ છેલ્લા 6 વર્ષ થી સાયન્સ અને ટેક્નોલોજીનું શિક્ષણ આપી રહ્યા છે. જેમાં 850 શાળાઓને સાયન્સની કીટ તથા 1100 શિક્ષકોને ટ્રેનીંગ આપેલ છે. જે experiential education દ્વારા skill development કરીને entrepreneurship બાળકો કેળવે તે માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છે.

મોરબીની 25 શાળાઓને ગત 2 મહિના પહેલા નર્મદા બાલઘર દ્વારા 3D Printer આપવામાં આવેલ હતા, અન્ય 75 શાળાઓને 3D Printer, Drone, Virtual Reality તથા Artificial Intelligence જેવી ટેક્નોલોજી તદન ફ્રી આપવાનું આયોજન કર્યું છે તો જે શાળા સંચાલક મિત્રો તેમની શાળામાં 3D Printer મેળવવા ઇચ્છતા હોય, તેમણે 9426323622 મોબાઈલ નંબર પર તથા નર્મદા બાલઘર, નાગનાથ શેરી, દરબારગઢની પાસે, સોની બજાર પર સંપર્ક કરવો.

Related Articles

Total Website visit

1,502,346

TRENDING NOW