
મોરબી: સમગ્ર ભારત દેશના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આન બાન અને શાન સાથે કરવામાં આવશે. ત્યારે મોરબી જિલ્લામાં આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઠેર-ઠેર ધ્વજવંદન ઉપરાંત દરેક તાલુકામાં પણ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે.
જેમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા સોમનાથ સોસાયટી કોમન પ્લોટ, મધર ટેરેસા મિશનરી ખાતે સવારે ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પૂર્ણિમાબેન ભાડેસીયા, મુખ્ય અતિથિ મોરબી-માળિયા ધારાસભ્ય બ્રિજેશ મેરજા, તેમજ સંગીતાબેન ભીમાણી ઉપસ્થિત રહેશે. જેમાં પધારવા યોગ કોચ રૂપલબેન શાહે જણાવ્યું છે.
