Tuesday, April 22, 2025

મોરબીની વેદાંત બાળકોની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થતા પરિવારમાં રોષ, ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ

Advertisement
Advertisement
Advertisement

મોરબીની વેદાંત બાળકોની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થતા પરિવારમાં રોષ, ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ

મોરબી ની વેદાંત બાળકોની હોસ્પિટલમાં થોડા સમય પહેલા એક બાળક ચાલી ને આવ્યું હોઈ અને સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે પરિવાર રોષે ભરાયો હતો અને ડોક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટેની આશ રાખી હતી. ત્યારે બાળકના પિતા દ્વારા ગુજરાતના મુખ્ય મંત્રી ને સંબોધીને રાજ્યના ડી.જી.પી. મુખ્ય સચિવ, રેન્જ આઇ.જી., મોરબી જિલ્લા એસ.પી. તથા ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસ એન્ડ ગાંધીનગર માનવ અધિકાર પંચના કમિશનર ને આ બાબતે ડોક્ટર વિરુદ્ધ ગુન્હો નોંધવા રજૂઆત કરી છે.

ત્યારે બાળક ના પિતા રબારી મેરુભાઈ ખોડાભાઈ એ રજૂઆત કરતા જણાવ્યું છે કે,

મારું નામ રબારી મેરુભાઇ ખોડાભાઈ રહે. લીલાપર, તા.જી.મોરબી, હું મારા દિકરા નક્ષ ને તારીખ : ૨૪|૦૯|૨૦૨૪ ને સવારે ૧૦–૧૧ વાગ્યાની આસપાસ મોરબી શહેરમાં આવેલ બાળકોની હોસ્પીટલ વેદાંત હોસ્પીટલ ડો. દિપક કડીવારની હોસ્પીટલ લઈ ગયેલ ત્યારે મારી મારા પત્નિ સાથે હતાં. મારા દિકરા નક્ષને પેશાબ પીળો ઉતરતો હોય અમો તે બાબત સારવાર માટે આ હોસ્પીટલ ઉપર ગયા હતા અને ત્યાં કેશ નામ લખાવેલ તેના રૂપિયા ૪૦૦/– રોકડા આપેલ હતાં. ત્યારબાદ ડો. દિપક કડીવારની ચેમ્બરમાં અમો અમારા દિકરાની સાથે ગયેલઅને જે તકલીફ હતી તે જણવેલ ત્યારબાદ ડોકટર સાહેબ દવા—ઈન્જેકશન બાટલા વિગેરે લખી આપેલ તે લઈ આવેલ અને અમો તેની હોસ્પીટલમાં રહેલ લેબોલેટરી રીપોર્ટ કરવાનું કહેતા તેમજ આ હોસ્પીટલમાં રહેલ મેડીકલ સ્ટોરમાંથી અમો જે ડો. સાહેબએ દવા લખેલ તે તેમજ ઈન્જેકશન તથા બાટલા બધુ જ સાથેલઈ હોસ્પીટલના કામકાજ સંભાળતા સ્ટાફને અમો બધી દવા ઈન્જેકશન વિગેરે ત્યાં ટેબલ ઉપર આપી દીધેલ. ત્યારબાદ મારા દિકરાને હોસ્પીટલના રૂમમાં દાખલ કરાયેલ ત્યારે મારા દિકરાને ઈન્જેકશન આપવામાં આવેલ ત્યારે તે ટાઈમે મારા દિકરાની તબીયત અચાનક ખરાબ થવા લાગતા અમો હોસ્પીટલ તથા હાજર ડોકટર તથા સ્ટાફને જાણ કરેલ અને ત્યારબાદ ડોકટર સાહેબ તેની હોસ્પીટલ સિવાયના અન્ય હોસ્પીટલ ડોકટર સાહેબ વધુ સારવાર માટે બોલાવેલ ત્યારે મારા દિકરાનું મૃત્યુ થઈ ગયેલ હતું. છતાં પણ તમામ ડોકટર સાથે મળી પંમ્પીંગ કરી જીવીત કરવા પ્રયત્ન કરેલ છતા પણ મારા દિકરાનું મૃત્યુ થયેલ.

અમારૂ સ્પષ્ટ પણે માનવુ છે કે મારા દિકરાનું મૃત્યુ ડો. દિપક કડીવારની સારવારની બેદરકારીના કારણે થયુ છે. જધારે હું મારા દિકરાને ઘરેથી હોસ્પીટલે ગઇ ગયેલ ત્યારે એકદમ ફીટ અને સ્વસ્થ હતો. અને મારો દિકરો હોસ્પીટલ નીચેથી પગથીયા ચાલી ગયેલ, મારા દિકરાનું મૃત્યુના જવાબદાર ડો. દિપક કડીવાર છે તેની સારવારની બેદરકારીના કારણે મારા દિકરાનું મૃત્યુ થયેલ છે, જે સમય ડો. સાહેબ અમો દવા લખી આપેલ તે તે દવા અમો મેડીકલમાંથી દવા સાથે ઈન્જેકશન વિગેરે અમો ત્યાં સ્ટાફના ટેબલએ આપેલ ત્યારે તે ટેબલ ઉપર અનેક પ્રકારની દવાના તથા ઈન્જેકશનના પ્લાસ્ટીકનાં જબલા ભરેલ પડેલ હતા, અનેક લોકો દવા તે ટેબલ પર પડેલ હતી, અમોને શંકા છે કે આ ટેબલ ઉપર પડેલ અન્ય દવા ઈન્જેકશન મારા દિકરાને આપી દીધેલ છે.

આ બનાવ બાદ પોલીસ પણ ત્યાં પહોંચી ગયેલ અને અમો કહેલ કે ડોકટર સામે કારેસર કાર્યવાહી કરો. બેદરકારી સામે એ.આઈ.આર. કરી ઘરે પોલીસ કોલ પોસ્ટ મોર્ટમ રીપોર્ટ પછી કાર્યવાહી કરશું, મારા દિકરાનું પોસ્ટ મોર્ટમ રાજકોટ હોસ્પીટલ ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ છે. આ બાબતે પોલીસની કામગીરી પણ શંકાસ્પદ છે. કાયદાની જોગવાઈ મુજબ એફ.આઈ.આર. નોધવી જોઈએ પરંતુ પોલીસને એફ.આઈ.આર. નોંધેલ નથી.

મોરબી શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ધ્વારા હજુ સુધી ડોકટર સામે કોઈ પગલા લીધા નથી એફ.આઈ.આર. કરેલ નથી ફકત નિવેદન લઈ સંતોષ માને છે. આ વેદાંત હોસ્પીટલ બાબતે મોરબીની જનતા માં થતી ચર્ચા મુજબ અને અમોને સાંભળવા મળેલ મુજબ આવા બેદરકારી બનાવ અગાઉ પણ બનેલ છે. તો આપ સાહેબશ્રીને મારી નમ્ર અરજ છે કે ડો. દિપક કડીવાર સામે કાયદેસરની અમારી ફરીયાદ લઈ એફ.આઈ.આર. કરવા વિનંતી છે. છતાં આપના ધ્વારા અમોને ન્યાય નહી મળે તો અમો ન્યાય મેળવવા માટે નામ. કોર્ટમાં કોર્ટ કેશ તેમજ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય માટે અને આવા બીજા બનાવ ન બને એટલા માટે લડીશું.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW