મોરબીની વાવડી ચોકડી નજીક ટ્રકચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઇકને હડફેટે લીધુ હતું. જેથી બાઈકસવારનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં વાવડી ચોકડી નજીક ગઇકાલે ટ્રક નં. એમએચ-૪૩-વાય-૭૬૦૯ ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી ટ્રક મોટરસાયકલ નં.જીજે-૩-એફએફ-૬૫૧૨ સાથે ભટકાડ્યું હતું. જેથી બાઇકસવાર જયેશભાઇ જગજીવનભાઇને શરીરે ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત બનાવ અંગે અરવિંદભાઇ ત્રિભોવનભાઈ વડગામા (રહે.વાવડી રોડ, વાટકી સોસાયટી મોરબી)એ ટ્રક ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરિયાદ પરથી આરોપી ટ્રકચાલકને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.