મોરબીમાં તસ્કરોએ તરખાટ મચાવી છે. દિન-પ્રતિદિન બાઇક ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે મોરબીના હળવદ રોડ પર આવેલ રામપાર્ક સોસાયટીમાં રહેણાંક મકાન પાસેથી મોટર સાઈકલ ચોરી થયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
મોરબીના જુનું ધુટુ રોડ પર સીમ્પોલો સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા ખાનાભાઇ મગનભાઈ મકવાણાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર જીજે ૧૩ એએલ ૨૭૪૪ ગત તા.૨૪-૧૨-૨૦૨૧ ના રોજ રાત્રીના મહેન્દ્રનગર નજીક રામપાર્ક સોસાયટીમાં આવેલ ચિરાગભાઈ જયંતીભાઈ મકવાણાના મકાનના ગેટ પાસેથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.