Thursday, April 24, 2025

મોરબીની બિલિયા શાળામાં સ્પંદન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીની બિલિયા શાળામાં સ્પંદન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબી, એક સમયે શાળાઓમાં રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમો ખુબજ જૂજ શાળાઓમાં થતા હતા જ્યારે વર્તમાન સમયમાં ઘણી બધી શાળાઓમાં ખાનગી શાળાને ટક્કર મારે એવા ઝલઝલાટ,ઝગમગાટ અને ઝાકમઝોળ રાત્રી કાર્યક્રમો થઈ રહ્યા છે,એ અન્વયે બિલિયા પ્રાથમિક શાળામાં ટંકારા- પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, તાલૂકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા,જ્યંતીભાઈ પડસુંબિયા પૂર્વ કારોબારી ચેરમેન નેમિષભાઈ ગાંભવા જિલ્લા સદસ્ય, વિશાલ ઘોડાસરા ભાજપ અગ્રણી,ભાજપ મહિલા અગ્રણી ભાવનાબેન કૈલા બાબુલાલ પરમાર જિલ્લા પ્રમુખ ભાજપ અનુસૂચિત જાતિ મોરચો, નિતેશભાઈ બાવરવા મહામંત્રી ,તરુણભાઈ પેથાપરા, ઉપ પ્રમુખ મોરબી ભાજપ, અશોકભાઈ બાવરવા તાલુકા સદસ્ય,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, પ્રાંત સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી મુખ્ય શિક્ષક સંઘના મહામંત્રી મુકેશભાઈ મારવણીયા વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં શાળાના કુલ 155 બાળકોએ દેશભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો તેમજ હાલની સામાજિક સમસ્યા જેવી જે દિવસે દિવસે વધતા જતાં વૃદ્ધાશ્રમો અને વડીલોની પીડા રજૂ કરતા ઉપસ્થિત સૌની આંખો ભીની કરી દેતા તેમજ રામાયણ આધારિત નૃત્ય નાટીકા, ચૌદ વર્ષની ચારણ કન્યા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને ધો

બાલવાટીકાથી ધો.8 ના તેજસ્વી તારલા અને રમત ગમતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરી અને નિષ્ઠાપૂર્વક કામ કરતા કર્મયોગી શિક્ષકોનું ધારાસભ્ય તેમજ મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરાયા હતાં કાર્યક્રમમાં ગ્રામજનો કે મહેમાનો તરફથી એક પણ રૂપિયાનું દાન લેવામાં આવેલ ન હતું એ મહત્વનું આકર્ષણ રહ્યું હતું. કાર્યક્રમને માણવા સમસ્ત ગ્રામજનો ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગામના યુવા ટીમ તેમજ શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના મંત્રી સહિત સમગ્ર શાળા પરિવારે ખુબજ જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,502,266

TRENDING NOW