Tuesday, April 22, 2025

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળા કલાઉત્સવમાં તાલુકાકક્ષાએ પ્રથમ

Advertisement
Advertisement
Advertisement

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળા કલાઉત્સવમાં તાલુકાકક્ષાએ પ્રથમ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટે તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી કલાઓને વિકસાવવા માટે અનેકવિધ સહઅભ્યાસીક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.જેમાં વિદ્યાર્થીઓ પોતાના રહેલી શક્તિઓ બહાર લાવે છે,એ અન્વયે જી.સી.ઈ. આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-મોરબી પ્રેરિત અને બીઆરસી ભવન-મોરબી આયોજિત કલા મહોત્સવ અંતર્ગત શાળાકક્ષા, કલસ્ટર કક્ષા,બ્લોકકક્ષા,જિલ્લાકક્ષા અને રાજયકક્ષા સુધી પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં ગાયન, વાદન,ચિત્ર અને કાવ્ય લેખન તથા પઠનની સ્પર્ધા યોજવામાં આવે છે જેમાં પ્રાથમિક વિભાગમાં તાલુકાકક્ષાની સ્પર્ધામાં 18 ક્લસ્ટરમાંથી દરેક સ્પર્ધામાં 18 એમ કુલ 72 વિદ્યાર્થીઓએ તાલુકાકક્ષાએ ભાગ લીધો હતો જેમાં કાવ્ય લેખન અને પઠન વિભાગમાંથી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થીની હેન્સી દિલીપભાઈ પરમાર કે જેની વકતૃત્વ શૈલી પણ બેનમૂન છે તે પોતાની યુ-ટ્યુબ ચેનલ હેન્સી પરમાર રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોનું મહાત્મીય રજૂ કરતા સુંદર વક્તવ્ય મૂકે છે એ હેન્સી પરમારનો કાવ્ય લેખન અને પઠનમાં તાલુકાકક્ષાએ પ્રથમ નંબર આવતા શાળાનું અને પરિવારનું ગૌરવ વધારતા હેન્સીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને જિલ્લાકક્ષાએ સર્વોત્તમ દેખાવ કરી રાજ્યકક્ષાએ પણ મોરબીનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW