તાજેતરમાં RG KAR મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર દુશ્મની ઘટના જે સામે આવી છે તેના વિરોધમાં આવતીકાલે મોરબીની તમામ હોસ્પિટલ હડતાલ પર ઉતરશે તેવું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી એ જણાવ્યું છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી એ જાહેર કરતા જણાવ્યું છે કે, મોરબી જિલ્લાના તમામ વાસીઓને જણાવવાનું કે તાજેતર મા RG Kar મેડિકલ કોલેજ ખાતે એક મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ ગુજારી અને હત્યા કરી જાધન્ય અપરાધ કરવામાં આવેલ એ બાબત નો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ સખત વિરોધ કરે છે.
આ સંદર્ભે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ દેશવ્યાપી હડતાલ રાખવામાં આવેલ છે.
આ હડતાલ ૧૭ તારીખ શનિવારે સવારે ૬ વાગ્યાથી લઇને ૧૮ તારીખે રવિવારે સવારે ૬ વાગ્યા સુધી રહેશે.
હડતાલ દરમિયાન IMA મોરબી ના તમામ ડોક્ટર્સ ની હોસ્પિટલ કે ક્લિનિક પર ઓપીડી, ઓપેરશન જેવી તમામ સેવા બંધ રહેશે. જિલ્લાના તમામ લોકોને નિવેદન છે કે આ હડતાલ દરમિયાન IMA ડોક્ટરોને સાથ સહકાર આપે.
IMA મોરબી બ્રાન્ચ આ પ્રકારના મહિલા ડૉક્ટર પર થયેલ અમાનવીય તથા ઘૃણાસ્પદ અત્યાચાર ને વખોડી કાઢે છે.જો દેશના ડોક્ટર્સ એમની હોસ્પિટલ માં સુરક્ષિત નથી તો એનાથી વધુ શું ખરાબ હોઈ શકે?
જો આપની દીકરી સાથે આવી દુર્ભાગ્યપુર્ણ ઘટના બને તો આપ શું કરશો.?