મોરબીના ક્રિષ્ના હોસ્પિટલના ગેઇટ નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે મોરબી એ ડીવીઝન પોલીસને જાણ થતાં પોલીસની ટીમ દોડી ગઈ હતી.
મળતી માહિતી મુજબ મોરબીની ક્રિષ્ના હોસ્પીટલના ગેઇટની બાજુમાંથી પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે મોરબી એ ડીવીઝન પોલીસ ટીમને જાણ થતાં દોડી જઇને મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો. તો અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા માટે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બનાવ મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ યુ. ગોહિલ વધુ તપાસ ચાલવી રહ્યા છે. મૃતક પુરૂષના શરીરે મધ્યમ બાંધાનો ઘઉંવર્ણો ચહેરો લંબગોળ શરીરે કાળા કલરનું પેન્ટ તથા ભુખરા કલરની બંડી પહેરેલ છે. તેમજ જમણા હાથે અંગ્રેજીમાં B તથા દિલના ચિત્રમાં S બાદ M ત્રોફાવેલ છે. આ મૃતદેહ વિષે કોઈને જાણકારી હોય તો મોરબી એ ડીવીઝન 02822230188 અને તપાસ કરનાર હમીરભાઈ ગોહિલ 9106840169 નો સંપર્ક કરવા જણાવ્યું છે.