મોરબીની ઓમ કાન નાક ગળાની હોસ્પિટલમાં આવતીકાલે તા.26ને રવિવારના રોજ લાઈવ કાનના ઓપરેશનનો વર્કશોપ યોજાશે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 105 કાન નાક ગળાના ડોક્ટર મોરબી આવશે અને લાઈવ સર્જરી કોન્ફરન્સ હોલમાં બેસીને નિહાળશે. આખા દિવસમાં કાનના અલગ અલગ જાતના પાંચ ઓપરેશન રાખવામાં આવ્યા છે. આ ઓપરેશન અમદાવાદના અને સમગ્ર ગુજરાતના ખ્યાતનામ ડો સુરેશ પટેલ કરશે.
આ મોરબીની ઓમ કાન નાક ગળા ની હોસ્પિટલ માં અત્યાર સુધીનો ત્રીજો લાઈવ વર્કશોપ છે. આવા વર્કશોપનું દર વર્ષે એક વાર આયોજન કરવામાં આવે છે. આ વર્કશોપ નો હેતુ જુનિયર ડોક્ટરો જે આવે છે તે લોકો નવી નવી ટેકનીક અનુભવી ડોક્ટરો પાસેથી શીખી શકે અને નવી ટેકનીક દર્દીમાં એપ્લાય કરી શકે એવો હોય છે. તેમ ડો હિતેશ પટેલ અને ડો પ્રેયસ પંડ્યાની યાદીમાં જણાવવામાં આવેલ છે.