મોરબીની એપલ હોસ્પીટલ સામે અજણ્યા વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ એપલ હોસ્પીટલની સામે અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળી પડ્યો હોવાનું સામે આવ્યું છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ મૃતદેહ ગઈકાલનો પડ્યો હોવાનું જણાયું છે. ગઇકાલે જીવીત અવસ્થામાં આ વ્યક્તિ હોય પરંતુ કોઈએ ધ્યાન ન દોર્યુ હતું. ત્યારે આજે સવારમાં જ તેનું મોત નિપજ્યું હોવાનું જણાયું છે.
આ અંગે જાગૃતિ નાગરિકોએ લાગતા વળગતા તંત્ર ને જાણ કરી હોવા છતાં તંત્રે પણ ન દોર્યુ હતું. હાલની પરિસ્થિતિ જોતા હવે હોસ્પીટલો પણ ફુલ જોવા મળી રહી છે. સામે સ્મશાનગૃહમાં પણ વેંઇટિગ જોવા મળી રહી. જેના કારણે આ અજણ્યા મૃતદેહને લેવામાં ન આવ્યો હોવાની ચર્ચા થય રહી છે. જોકે સામે એપલ હોસ્પીટલમાં અનેક લોકો સારવાર માટે આવતા હોય છે. ત્યારે તેમને પણ મૃતદેહ જોઈને દુખની લાગણી ફેલાઇ છે.