મોરબીના GIDC વિસ્તારમાં મોડી સાંજે નગરપાલિકા મહિલા કાઉન્સીલરના પુત્ર પર અજાણ્યા ઇસમોએ છરી અને ધોકા પાઈપ વડે હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી નગરપાલિકાના કાઉન્સીલર લાભુબેન કરોતરા ના પુત્ર હિરેનભાઈ રાત્રીના જીઆઈડીસી વિસ્તારમાં હોય ત્યારે અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો. અજાણ્યા ઈસમો છરી અને ધોકા જેવા હથિયારો સાથે યુવાન પર તૂટી પડ્યા હતા. જે હુમલામાં મહિલા કાઉન્સીલરના પુત્રને ઈજાઓ પહોંચી હોવાથી મોરબી સીવીલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. જેમાં બનાવાની જાણ મોરબી એ ડિવિઝન પોલીસને થતાં મોરબી એ ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગેનું કારણ જાણવા સાહિતની તપાસ હાથ ધરી છે.