મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ એમ -25 બ્લોક નં -130 માં રહેતા આરોપી પ્રહલાદસિંહ અર્જુનસિંહ ઝાલા (ઉ.વ.24) એ પોતાના મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -144 કિં રૂ. 14,400 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.