Wednesday, April 23, 2025

મોરબીના સામા કાંઠા વિસ્તાર ફ્લોરામાંથી યુવક થયો ગુમ, બી ડિવિઝન પોલીસે શોધખોળ શરૂ કરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની તારીખ ૧૪/૦૬/૨૦૨૪ ની ગુમશુદા નોંધ અનુસાર સરમણભાઇ પ્રભાતભાઇ રાઠોડ, જાતે આહિર,ઉંમર – ૨૬, રહે મોરબી, ફ્લોરાની બાજુમાં, રોયલ પાર્ક સોસાયટી, મૂળ રહે ગામ- અજીતગઢ, તાલુકો- હળવદ, જિલ્લો- મોરબી. જે ગઈ તારીખ ૧૦/૦૬/૨૦૨૪ ના બપોરના ૦૧:૦૦ વાગે ઘરે થી કોઈને કહયા વગર જતા રહ્યા છે અને શોધખોળ કરવા છતા મળ્યા નથી.

જેમના અંગે કાંઈ જાણ કે માહિતી મળે તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નંબર 02822 242651, મોરબી કંટ્રોલરૂમના નંબર 02822 243878 પર અથવા તપાસ કરનાર પો.હેડ.કોન્સ વી.કે. ચાવડાના મોબાઈલ નંબર 99259 47349 ઉપર જાણકરવા વિનંતી છે.

Related Articles

Total Website visit

1,502,238

TRENDING NOW