Wednesday, April 23, 2025

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં જુગાર રમતા આઠ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સામા કાંઠા વિસ્તારમાં આવેલ શીતલ આઈસ્ક્રીમ ની બાજુમાં શેરીમાં શિવ કોમ્પલેક્ષની બાજુમાં તીન પત્તીનો જુગાર રમતા 8 પત્તા પ્રેમીઓ મળી આવતા તેમને પકડી પાડવામાં આવ્યા છે તેના વિરૂદ્ધ જુગાર ધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ શીતલ આઇસ્ક્રીમની બાજુની શેરીમાં શીવ કોમ્પલેક્ષની બાજુમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો યશપાલસિંહ ક્રુષ્ણસિંહ ઝાલા ઉ.વ.૨૫ રહે- બ્લોક નં.૧૦૫ હાઉસીંગબોર્ડ મોરબી-૨, પ્રતીપાલસિંહ રાજુભા રાઠોડ ઉ.વ.૨૫ રહે- નિત્યાનંદ સોસાયટી બ્લોક નં.૪૭ મોરબી-૨, રાજદિપસિંહ બલભદ્રસિંહ ઝાલા ઉ.વ.૨૪ રહે- વ્રુંદાવન પાર્ક મોરબી-૨, પ્રકાશભાઇ કનૈયાલાલ ડાખોર ઉ.વ.૩૧ રહે- વિધ્યુતનગર મોરબી-૨, ઉદયરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા ઉ.વ.૨૭ રહે-અનંતનગર સોસાયટી મોરબી-૨, જયભાઇ હીતેષભાઇ રામાનુજ ઉ.વ.૨૨ રહે- મહેંદ્રનગર જુનુગામ મોરબી, મનદીપસિંહ હરદેવસિંહ જાડેજા ઉ.વ.૩૩ રહે-વિધ્યુતનગર મોરબી-૨, કુલદીપસિંહ વિભાજી જાડેજા ઉ.વ.૩૫ રહે-વિધ્યુતનગર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૫૯૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Related Articles

Total Website visit

1,502,226

TRENDING NOW