મોરબી નજીક સરતાનપર રોડ ઉપર મોટો સીરામીકની સામે ટ્રેઇલરે બાઇકને હડફેટે લેતાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી હોવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ ટ્રેઇલરચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી નજીક સરતાનપર રોડ મોટો સીરામીકની સામે ગત તા.15 ના રોજ ટ્રેઇલર નં.RJ-14-DC-0413 ના ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે ચલાવી મોટર સાયકલ નં.GJ-36-K-0272 ને હડફેટે લીધું હતું. જેથી મોટર સાયકલ ચાલક સર્વેશકુમારને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાથી ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રેઇલર ચાલક અકસ્માત સર્જી ટ્રેઇલર મુકી ત્યાંથી નાશી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા પહલવાનસીંગ નંદરામ કર્મી (રહે.મધ્યપ્રદેશ)એ ટ્રેઇલર ચાલક વિરૂધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.