મોરબીના શ્રી મોઢ વણીક મહાજન દ્વારા વેકસીનેશન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વ જ્ઞાતિય કોરોના વેકસીન કેમ્પ જીલ્લા પંચાયત કચેરીના આરોગ્ય શાખા તથા શ્રી મોઢ વણિક મહાજન-મોરબીના સંયુકત ઉપક્રમે તા.9 ને શુક્રવારના રોજ શ્રી મોઢ વણિક મહાજન વાડી ગાંધીચોક મોરબી ખાતે આ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 180 લોકોએ કોરોના વેકસીન મુકાવી હતી. આ કેમ્પમાં સોશ્યલ ડિસ્ટન્સ તેમજ તમામ લોકો માસ્ક પહેરે તે રીતે સરકારશ્રીની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. તેમજ સફળ બનાવવા શ્રી મોઢ વણિક મહાજન કારોબારીએ જહેમત ઉઠાવી હતી. તેમ શ્રી મોઢ વણિક મહાજનના ટ્રિસ્ટી પ્રમુખ પરેશ વજરીયાએ જણાવેલ છે.
