Wednesday, April 23, 2025

મોરબીના શાકમાર્કેટ નજીક ઢાંકણા વિનાની ખુલ્લી ગટરથી લોકોને મુશ્કેલી

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરના શાકમાર્કેટ પાછળની લોહાણાપરાની શેરીમાં લાખોના ખર્ચે રોડ તો બનાવવામાં આવ્યા પરંતુ ખુલ્લી ગટર યથાતવ છે. ખુલ્લી ગટરના કારણે શાકમાર્કેટમાં ખરીદી માટે આવતા ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સાથે મોરબી જિલ્લામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેશ પણ નોંધાઇ રહ્યા છે. ત્યારે અહી શાકમાર્કેટમાં શાકભાજી વેચતા વેપારી તથા ગ્રાહકોના સ્વાસ્થ્ય ઉપર પણ ખતરો તોળાઇ રહ્યો છે.

જોકે નગરપાલિકાનું નિંભર તંત્રને મોરબીવાસીઓની જરા પણ ચિંતા ન હોઈ વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રટરી કાંતિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે. જોકે આ અગાઉ પણ અનેક સંસ્થા અને સામાજિક આગેવાનોએ શાકમાર્કેટના લોહાણાપરાની શેરીમાં ખુલ્લી ગટરની રજુઆત કરી હતી. એટલું જ નહીં આ ખુલ્લી ગટરમાં ગૌવંશ સહિતના અબોલ પશુઓ અવારનવાર પડતા હોવાની વિશ્વ હિન્દુ પરીષદ તથા બજરંગ દળે ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી હતી. પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી હતી.

ત્યારે ઇન્ટરનેશનલ હ્મુમન રાઇટ્સ એસોસીએશનના જનરલ સેક્રટરી કાંતિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે, મોરબી શહેરમાં લોહાણાપરા નામે વિસ્તાર આવેલ છે. આ વિસ્તાર મોરબીની શાક માર્કેટથી બિલકુલ નજીક છે. જ્યાં એક ખુલ્લી ગટર ઘણા સમય થયા ખુલ્લી જ રહેલ છે. નગર પાલિકાનું વારંવાર ધ્યાન દોરવા છતાં હજુ સુધી તેનું નિરાકરણ આવેલ નથી. આ ગટરમાં વારંવાર ગાયો તથા અબોલ જીવ પડી જાય છે. અને ફસાય જાય છે. જે સ્થાનિક લોકો તેને કાઢે છે. જો આ ગટર બંધ કરવામાં નહીં આવે તો કોઈ માણસ જો તેમાં પડી જશે તો જાન હાનિ થવાનો સંભવિત ખતરો છે. જેથી તાત્કાલિક કોઈ દુર્ઘટના ન સર્જાઈ તે પહેલા ખુલ્લી ગટર બંધ કરવામાં આવે તેવી માંગ છે.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW