રાજકોટ જીલ્લાના ખોખરી ગામના વતની અને હાલ મોરબીમાં નાની વાવડી ભૂમીટાવર પાછળ કબીરપાર્કમા રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઈસમો શનાળા રોડ પર સત્યમપાન વાળી શેરીમાં આવેલ લાઇટ માઇક્રો ફાઇનાન્સ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસના શટરના તાળા ખોલી ઓફિસમાં પ્રવેશ ઓફીસમાં રહેલ તીજોરીનો લોક ખોલી રોકડ રૂપિયા ૭,૦૧,૫૦૦ ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.