મોરબીના શકત શનાળા ગામ પાસે હાઇવે રોડ પરથી ઇંગ્લિશ દારૂના ચપલા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેમના વિરોધ પ્રોહી અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શકત શનાળા ગામ પાસે હાઈવે રોડ પરથી ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૦૨ કિં રૂ. ૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી શાકીરભાઈ રજાકભાઈ બ્લોચ (ઉ.વ.૨૦) રહે. મોરબી કાલીકા પ્લોટ શેરી નં -૦૨ તથા સાહીલભાઈ મહેબુબભાઈ ફલાણી (ઉ.વ.૨૩) રહે. મોરબી કાલીકા પ્લોટ શેરી નં -૦૨ મોરબીવાળાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.