મોરબી તાલુકાના શનાળા ગામમાં આવેલ ગોકુળનગર પ્રાથમિક શાળા ખાતે પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય મળે તે માટે ગત તા.10 ના રોજ ગોકુળનગર પ્રાથમિક શાળા ખાતે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણમાં શાળાના પ્રિન્સિપાલ વિનોદભાઈ ગોધાણી, ચંદ્રિકાબેન ગડારા અને શાળાના શિક્ષકગણ તેમજ પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર રૂપેશ (કવિ જલરૂપ) અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.