Friday, April 11, 2025

મોરબીના વ્યાજખોર એ પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠે વિદ્યુતનગર પાછળ વિક્રમવાડી વિસ્તારમાં રહેતા હેમંતભાઈ ઘોઘાભાઈ સુરેલા (ઉ.વ.૩૨) એ આરોપી અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલા રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું ફરીયાદિએ આરોપીના મોટાભાઇ શકિતસિંહ બહાદુરસિંહ ઝાલા પાસેથી રૂપીયા ૪,૦૦,૦૦૦/- રૂપીયા ૩% વ્યાજે લિધેલ હોય બાદ તેઓ મરણ જતા આરોપી અશોકસિંહ ઉર્ફે બબભા ઝાલાએ પોતાના ભાઇએ આપેલ વ્યાજસહીતના રૂપીયા પાછા આપવા ફરીયાદિને પોતાની ઓફીસે બોલાવી તેમજ ફોન પર જેમફાવે તેમ ગાળો આપી પોતે એક મર્ડર કરેલ છે અને તેમાંથી છુટીને આવેલ છુ અને તારૂ મર્ડર કરતા વાર નહી લાગે તેમ કહી ફોન ઉપર તેમજ રૂબરૂમા જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,501,797

TRENDING NOW