ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામના પાટીયા પાસે મોરબીના વૃદ્ધએ એસિડ પી લેતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી-૨ માં આવેલ ઉમા ટાઉનશીપ શાંતિ પ્લોટ ખાતે રહેતા વલ્લભભાઇ ઠાકરશીભાઇ ડઢાણીયા (ઉ.વ.૬૮) નામના વૃદ્ધએ ગઈકાલે તા.૧૬ ના રોજ ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામના પાટીયા પાસે અગમ્ય કારણોસર એસીડ પી લીધું હતું. જેની જાણ થતા તેઓને તાકીદે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં વધુ
સારવારની જરૂર જણાતા રાજકોટ ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે અકસ્માતે મોત દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.