મોરબીના વીસીપરા રોહીદાસપરા મેઈન રોડ ચાર ગોદામ પાછળ જાહેરમાં ત્તીન પત્તીનો જુગાર રમતા 6 પતા પ્રેમીઓનેં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા રોહીદાસપરા મેઈન રોડ ચારગોદામ પાછળ જાહેરમાં ત્તીન પત્તીનો જુગાર રમતા આરોપી ઈલીયાસભાઈ અબ્દુલભાઇ કટીયા(ઉ.વ.૪૫), કાનાભાઈ રામજીભાઈ મણદરીયા(ઉ.વ.૧૯), સુરેશભાઈ રામજીભાઈ મણદરીયા (ઉ.વ.૨૨), ખોડાભાઈ જગાભાઈ રાવા (ઉ.વ.૫૫), વિનોદભાઈ હેમુભાઈ ગણેશીયા(ઉ.વ.૨૪.રહે. બધા વીસીપરા ચારગોદામ પાછળ રોહીદાસપરા મેઈન રોડ મોરબી)તથા દીનેશભાઈ બાબુભાઈ અઘારીયા (ઉ.વ.૪૨ .રહે. કુબેર ટોકીઝ પાછળ પાણીની ટાંકીની બાજુમાં) નેં રોકડ રકમ રૂ. ૭૬૨૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.