મોરબીના વિસીપરા સ્મશાન રોડ નજીક તીનપત્તિનો જુગાર રમતા 11 પત્તાપ્રેમીને રોકડ રૂ.67,000 સાથે સીટી બી ડિવીઝન પોલીસે ઝડપી લીધા હતા.
મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા સ્મશાન રોડ નજીક જુગાર રમાતો હોવાની બાતમી આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે રેડ કરી હતી. અને તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ મહેશભાઇ ચંદુભાઇ ડઢૈયા (રહે.જુની જેલ પાસે વીશીપરા સ્મશાન રોડ), મુનાભાઇ બચુભાઇ દેગામા (રહે.વિસીપરા સ્મશાન રોડ વિહામા પાસે), પ્રવિણભાઇ અવચરભાઇ દલસાણીયા (રહે.વીસીપરા માંઘા સોસાયટી), આસીફભાઇ હાજીભાઇ જીંગીયા (રહે.કુલીનગર-2), મનુભાઇ કરશનભાઇ દેગામા (રહે.મહાકાળી મીલ પાસે), સુરેશભાઇ અવચરભાઇ ઝિંઝવાડીયા (રહે.પંચેશ્વરી મેલડીમાંના મંદિર પાસે), રેહાનભાઇ સાઉદીનભાઇ કટીયા (રહે.લાતી પ્લોટ શેરી નં.4), અશોકભાઇ ધરમસીભાઇ વરાણીયા (રહે.રાજ ગેરેજ સામે વિસીપરા), અલ્તાફભાઇ હૈદરભાઇ જેડા (રહે.મદિના સોસાયટી), સંજયભાઇ કેશુભાઇ ઝિંઝવાડીયા (રહે.સીટી દવાખાના વીસીપરા), વિજયભાઇ સામતભાઇ ઇન્દરીયા (રહે.કેશવાનંદ બાપુને આશ્રમ પાસે મોરબી)ને રોકડા રૂ.67,000 સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.